ભારતના હોકી ચાહકો માટે ખુશીની ખબર! હોકી એશિયા કપ 2025ની ફાઇનલમાં ભારતીય ટીમે દક્ષિણ કોરિયાને 4-1થી હરાવીને ચોથી વખત એશિયા કપ પર કબજો જમાવ્યો છે. બિહારના રાજગીર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાયેલી આ ફાઇનલ મેચમાં ભારતે શરૂઆતથી જ રમત પર દબદબો જમાવ્યો અને અંત સુધી તે જાળવી રાખ્યો.
આ જીત સાથે ભારતે માત્ર ટાઇટલ જ નહીં, પણ 2026માં બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં યોજાનારા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવાની મોટી સિદ્ધિ પણ મેળવી છે.
ફાઇનલ મેચનો એક્સાઈટિંગ સફર
મેચના પહેલી જ મિનિટમાં ભારતના સુખજીત સિંહે ગોલ ફટકારીને સ્ટેડિયમમાં ઉજવણીનો માહોલ બનાવી દીધો. પહેલો ક્વાર્ટર પૂરો થતા સ્કોર 1-0 હતો અને ભારતે લીડ જાળવી રાખી હતી.
બીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમે વધુ એક ગોલ ફટકારીને લીડ 2-0 કરી દીધી. દક્ષિણ કોરિયાએ આ દરમિયાન અક્રમક રમત રમવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભારતીય ડિફેન્સે તેમને એક પણ ગોલ કરવા દીધો નહીં.
ત્રીજા ક્વાર્ટરની છેલ્લી મિનિટમાં ભારતે ત્રીજો ગોલ કર્યો અને લીડ 3-0 સુધી લઈ ગઈ. ચોથા ક્વાર્ટરમાં બંને ટીમોએ એક-એક ગોલ ફટકાર્યા, અને અંતે ભારતે 4-1થી મેચ જીતી લીધી.
ભારતનો એશિયા કપ ઇતિહાસ
ભારત માટે આ એશિયા કપ જીત ખૂબ ખાસ છે. હવે ભારત પાસે 2003, 2007, 2017 અને 2025 એમ કુલ ચાર ખિતાબો છે. સાથે સાથે ભારત પાંચ વખત રનર-અપ પણ રહી ચૂક્યું છે (1982, 1985, 1989, 1994 અને 2013).
આ જીત ભારતના હોકી ફેન્સ માટે પ્રેરણા સમાન છે. ટીમે સાબિત કરી દીધું કે મહેનત, સ્ટ્રેટેજી અને ટીમ વર્કથી કોઈપણ ચેલેન્જ મોટી નથી
0 Comments